સંત વેલનાથ બાપુના માતા પિતા અને તેમના જીવન સાથે જોડાયેલા અજાણ્યા કિસ્સા જાણો

જયારે ચુંવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડવામાં આવેલ ત્યારે ચુંવાળ પ્રદેશમાં આવેલ “કુંવાદરા” ગામના મક્વાણા અટકના અમરાજી ઠાકોર પણ બાદશાહના ચંગુલ માંથી છુટ્યા હતા. અમરાજી ઠાકોર પરમ શિવ ભક્ત હતા. તેમના મુખમાંથી અહોનીશ “ॐ નમઃ શિવાય” મંત્ર જાપ ચાલ્યા જ કરતો હતો. તે ફરતા ફરતા જુનાગઢ તાબાના ગિરનારની ગરવી છાયામાં વસેલા “પાદરીયા” નામના ગામમાં આવી વસ્યા હતા.
પરમ સરળ હ્રદયના ભક્ત દંપતિ ગામને બહુભાવી ગયા. અને તેમના આવવાથી ગામમાં ભજન અને સત્સંગની છોળો ઉછળવા લાગી. સાધુ સંતો અને અભ્યાગતોની ભગત અમરાજીના ધરે પધરામણી થવા લાગી. આખું ગામ ભક્તીમય બની જતાં અમરાજી ઠાકોરની સુવાસ ચોતરફ પ્રસરી. સાંજના સમયે ભગત અમરાજી હાથમાં રામ સાગર લઇ ભજન ગાતા અને ગામના ભાવિક લોકોને ભજનમાં તરબોળ કરી દેતા.
“નામ અનો નાશ” એ નિયમને અનુસરતા ભગત વૃધ્ધા અવસ્થાના આરે પોંહચીને પોતાનુ જીવન સતત પ્રભુસ્મરણમાં વિતાવે છે. તેના મોઢામાંથી સતત ‘હરી ॐ’ ના જાપ ચાલુ છે અને સમાધી અવસ્થામાં તેને લક્ષ્મીનારાયણના દર્શન થાય છે. તેની ભક્તિ પરાકાષ્ઠાએ પોંહચેલ અને ભગવાન સ્વયં તેને લેવા પધારેલ છે, આમ અમરાજી અને તેમના પત્ની સર્વે હરી ભક્તોની હાજરીમાં પોતાનો દેહ છોડે છે. અમરાજીને વારસમાં પુત્ર બોઘાજી અને તેની પત્ની અમરબા ધામધૂમ પૂર્વક ભગત પાછળ ભંડારો કરી સાધુ મહાત્માઓને સંતુષ્ટ કરે છે.
બોઘાજી પણ તેના પીતાની જેમ પરમાત્માનાં પરમ ભક્ત હતા. તેના પત્ની અમરબા પણ સદગુણી અને સતી નારી હતા. આ બન્નેએ પોતાના પીતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દિપાવ્યો હતો. ખેતી મજુરી કરી ગુજરાન ચલાવતા બન્ને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે. પ્રથમ વખત જ જાણે શૈવ અને વષ્ણવનો સુભગ સમન્વય બનેના આચરણમાં દેખાય છે.
આ ભક્ત દંપતી ચાલીસ વટાવી ચુક્યા છે. પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી! માં બનવાની! બધી સ્ત્રીની જેમ તમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી. ભગત બોધાજી તેમને સમજાવતા અને કહેતા કે આપણા ઇષ્ટ શીવજીને પુરે પુરી ખબર છે. એ આપણી મહેરછા પુરી કરશે જ, માટે તમે તેમના પર પુર્ણ શ્રધ્ધા રાખો, સમય આવ્યે તે આપણી શેરમાટીની ખોટ પુરી કરશે.
આમ બન્ને દંપતી શીવજીની પુજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંક્લ્પ કરે છે. કાયમ બન્ને દંપતી સવારે વેહલા ઉઠી પાદરીયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે. લગભગ એકાદ વરસ વિતી જાય છે, ટાઢ, તાપ, વરસાદની પરવા કર્યા વગર બન્ને જણા નિત્યક્ર્મ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે.
એક વખત બન્યુ એવુ કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીક્ળ્યું. અને કોઇ શુભ કામે જતા કેટલાક માણસો સામા મળ્યા. તેમાથી એક જણ ધીમેથી બોલ્યોઃ “અત્યારમાં આ ક્યાં સામે મળ્યા? ધીમેથી બોલ્યો પણ બને દંપતી એ આ સાંભળ્યું !” અણગમતુ વચન સાંભળતા ન સાંભળ્યું કરી, જય શીવહર, જય શીવહર, જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશીવના ધામમાં આવી પોંહચ્યાં.
પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયાં. તેથી મંદીરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી, ધ્રુસકે ધ્રુસકે એટલું બધુ રડ્યા તેનુ રડવાના અવાજ પાછળ એક માંની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય. એટલુ રડ્યા કે તે અર્ધપાગલ જેવા બની ગયા. આખી જિંદગીની વસવસો આજે આસુંની ધારા દ્રારા બહાર નિકળ્યો. ભક્ત બોઘાજી પણ શિવ સ્મરણ કરતા કરતા રડી રહયા છે.
અમરબા થોડીવાર મુર્છીત થઇ જાય છે ત્યાં જ શિવલીંગમાંથી ગેબી અવાજ આવે છે કે “હે બેટા અમર ઉભા થાવ, ભક્ત બોઘાજી રડશોમા, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છુ, તમારે ત્યાં આવતા વર્ષે અષાઢીબીજ ને દિવસે સિધ્ધ પુત્રનું અવતરશે, બને ઘરે જાવ અને અને ધરેથી જ મારું સ્મરણ કરશો. આજથી તમને કોઇ પણ વાતનું દુઃખ રહેશે નહિ.”
સમય જતા ક્યાં વાર લાગે છે! જેની રાહ જોતાતા તે અષાઢી બીજ નજીક આવી ગઇ. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢી એક્મની રાત્રિ છે.
માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સુતા છે. અને વેહલી સવારે પ્રથમ કુક્ડો બોલતા અમરમાની આખં ઉધડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલુ જોયું. કેવી રીતે પ્રસવ થયો તેની કાંઇ જ ખબર પડી નહિ. કોરી પથારીએ બાળકને સૂતેલો જોતાં માં એ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચુમવા માંડ્યા. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢ સુદ બીજની વેહલી સવારે પુત્રનો જન્મ થયો, તેથી બઘાએ વેહલો અર્થાત ‘વેલો’ નામ આપી દીધું. ભગાવાન શિવની કૃપા બોઘાજી અને અમરમાં ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી.
અમરબા અને ભક્ત બોઘાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે કે તે મહાન પ્રભુભક્ત બને. આથી ધરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન, પૂજન, સ્મરણ, ચિંતન, મનન, સ્વાધ્યાય, ધૂન, સંત ચરિત્ર વાંચન કરી મર્યાદાયુક્ત સાદુ જીવન જીવે છે. આની અસર બાળલ વેલનાથ ઉપર પડે છે. વેલકુંવરની ઉંમર નાની છે, પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે.
વેલાજીની ઉંમર આઠેક વર્ષની થઇ ગઇ છે. પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા છે. એક દિવસ તે માતા પિતાને સવિનય હાથજોડી વિનંતી કરે છે કે “બાપુ અને માં જો તમે રજા આપો તો હું પણ કોઇક સારા ખેડૂતને ત્યાં સાથી પણુ કરી મજુરીની તાલીમ લઇ થોડી ક્માણી કરું. જેથી આપ સાધુ સંતો અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમે જરાય ચિંતા કરશો નહી.”
અમરબા બોલ્યા” બેટા તારી ઉંમર હજુ નાની છે, મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને આમારાથી વિખુટો પડવા ઇચ્છતા નથી માટે માંડીવાળ બહાર જવાનું!” વેલાજી બોલ્યા માં! આ દૂનિયા રેટમાળ જેવી છે. એક ભરાયને બીજુ ઠલવાય છે. આ ક્રિયા સતત ચાલુ અને અસ્થિર છે. અહીં કોઇપણ અમર નથી. અને સ્થીર પણ. નામ એનો નાશ છે. બીજું આવેને પેહલુ જાય છે. આ તો વિશ્વ નિયંતાનો અફર નિયમ છે.
વળી પુરુષાર્થ-મેહનત મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. દરેક પ્રારબ્ધ લઇને આવે છે. માટે ચિંતા કરવી વ્યર્થ છે. જીવમાત્રની ચિંતા ઇશ્વરને છે, સર્વકાઇ ઇશ્વર ઈચ્છા મુજબ બને છે. ધ્રુવજી પાંચ વર્ષના હતા છતાં તેના માતા સુનીતી દેવીએ તેને રજા આપી હતી, કારણ ઇશ્વર પર પુર્ણ વિશ્વાસ હતો. તમે મને રજા આપો તો જયાં મારું ઋણાનુબંધ છે તે ચુક્વીને પાછો આવીશ.
વેલાજીની બાલ સહજ દલીલોથી માતા-પિતા ન છુટકે રજા આપે છે. વેલાજી ધરેથી નીકળી સીધા જુનાગઢ તાબા હેઠળના શેરગઢ ગામે આવી પોહચ્યાં. તેમને વિચાર્યુ કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તે આ જન્મે પણ પવિત્ર જ હશે. માટે હે પરમાત્મ તમે મને ગત જન્મના ઋણીને ધેર પોંહચાડો. શેરગઢ ગામનાં જાપામાં એક ધર હતું એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ધરનો માલીક જ મારા ગયા જન્મના લેણદાર છે માટે અહિંયા જ રોકાવુ. આ ધર સેંજળીયા કુળના કણબી જસમત પટેલનું હતું.
જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો