સંત શ્રી વેલનાથબાપુનો ગુરુ શ્રી વાઘનાથ સાથ ભેટો કઇ રીતે થયો એ વિશે માહિતી

સંત શ્રી વેલનાથબાપુનો ગુરુ શ્રી વાઘનાથ સાથે ભેટો

વાધનાથ બાપુ



        વેલો રોજ સવારે વેહલો ઉઠી નિત્ય ક્રિયામાંથી નિવૃત થઇ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી ગાયો ચરાવા સીમમા જાય છે. રોજના ક્ર્મ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય છે ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ ઘોધુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી. બોપરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચેના શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલો સાધુઓ પાસે આવેની સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઉચાં કરી સીતારામ કરે છે. વેલો કહે છે કેમહાત્માઓ હું અહીં ગાયો ચરાવું છું, જો આપને વાંધો ના હોયતો આપ સૌ માટે દુધ દોહીને લઇ આવુ?” સાધુઓ દુધ ભરવા કમંડળ આપે છે. થોડીજ વારમાં ક્મંડળ ભરીને દુધ દોહી લાવી સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે તેમાથી એક સાધુ ધુણો પ્રગટાવી લોટમાં મોણ દઇ મોટા ગોયણા કરી ધુણામાં શેકીને બાટી બનાવે છે. આમ થોડીજ વારમાં દુધ બાટી તૈયાર થઇ જાય છે. સૌ પ્રથમ દુધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યાર બાદ સૌ સાધુ ભોજન કરે છે. સાથે વેલાને પણ દુધબાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલો સત્સંગ કરે છે અને સાધુઓને ભજન સંભળાવે છે

          વેલોનો ભજનભાવ, ભક્તિ, સદભાવના, સંસ્કાર જોઈ સાધુઓ ખુબજ પ્રભાવીત થાય છે. વેલાની સેવાથી તે ખુશ થઇ કાંઇક માંગવાનુ કહે છે પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ જો તમે મને ખરેખર આપવા માંગતા હોયતો મને હજુ સુધી ગુરૂ નથી મલ્યા મને તમારો શિષ્ય બનાવો જેથી કરીને મારો જન્મ સફ્ળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દુર થાય. વેલાની તીવ્ર જીજ્ઞાસા જોઇ સાધુઓ કહે છે કે વેલાભગત અમે એક્જ ગુરૂના શિષ્ય છીએ અમારા ગુરૂ વાધનાથ છે અને તે ગીરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાનાં મંદીરની સામે આવેલ ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરૂ તરફથી હજુ અમને કોઇને પણ શીષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી માટે અમારા માંથી કોઇ પણ તને શીષ્ય બનાવી નહી શકે અને વળી અમારા ગુરૂ સુધી પોહચવું સરળ પણ નથી. પરંતુ તારી ગુરૂ પ્રત્યેની આપાર નિષ્ઠાને જોઇ અમે વાધનાથજી ને તારી જરુર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પુરી થાય. અમારા ગુરૂની ગુફા આખા વર્ષમાં એક વખત એટલે કે ગુરૂપુર્ણીમાં ના દિવસેજ ખુલે છે, માટે તું ગુરૂપુર્ણીમાં પર ગુફાએ આવજે અને વાધનાથ બાપુને વિનંતી કરજે જરૂર તારા ગુરૂ બનશે

       આમ આતુરતાથી વેલો ગુરૂપુર્ણીમા ની રાહ જોવે છે અને સમયને જતા ક્યાં વાર લાગે છે. ગુરૂપુર્ણીમા નો દિવસ આવી જાય છે. વેલો મળશકે જાગી નિત્યક્રિયા પરવારી માતા પીતા ના આશીર્વાદ લઇ ગરવા ગીરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવ ના દર્શન આશીર્વાદ લઇ, અંબાજીમાતા ની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે જેની નજીક જતા ગુફાના દ્રાર દ્રષ્ટીગોચર થાય છે. ગુફામાં દાખલ થતા એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શીલાપર આસનવાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નીનો ધુણો પ્રજ્વલ્લીત છે. જોગી બીજુ કોઇ નહી પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વેલાને જોઇ તે તેમની દિવ્યદ્રષ્ટી દ્વારા વેલાના જન્મ અને તે શીવજીનો અંશ છે તે હકીક્ત જાણી લે છે. વાધનાથજી વેલા ને નામથી સંબોધે છે અને કહે છે કેબેટા વેલનાથ તું મને ગુરૂ બનાવવાના આશયથી અહીયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા, ત્યારબાદ હું તને નાથપંથની દિક્ષા આપી મારો શીષ્ય બનાવીશ.” ગુરૂ વાધનાથે વેલા ઉપર હાથ મુકી કહયુ, ગરવા ગીરનાર માં નવનાથ, ચોરાસ સિધ્ધો સાથે ભગવાન દતાત્રેયનું રહેઠાણ છે, વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહી વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગીરનારની બાર પરીક્ર્મા કરવી પડશે. મારા અશીર્વાદ તારી સાથે છે પરીક્ર્મા દરમ્યાન ક્યારેય પણ ક્પરી સ્થીતીનો સામનો કરવો પડે તો મને યાદ કરજે હું તારી પાસે હાજર થઇશ. આમ વેલો ગુરૂ વાધનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી બાર પરીક્ર્મા કરવાની શરુઆત કરે છે. રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે પણ સતત ગુરૂનામ સ્મરણથી માર્ગ એક્દમ સરળ થઇ જાય છે. પરીક્ર્મા દરમ્યાન અનેક સિધ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરીક્ર્મા પુર્ણ થતા વેલો વાધનાથજી પાસે આવીને ઉભો રહે છે. ગરૂ વાધનાથજી વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખુબજ પ્રભાવીત થાય છે. બીજે દિવસે બ્રહ્મમુર્હતમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દિક્ષા આપે છે અને વેલો હવે વેલો મટી સંત વેલનાથ બને છે. ગુરૂ કૃપાથી તેને બઘાજ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિધ્ધીઓની પ્રાપ્તી થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરૂ સેવા કરે છે. એક દિવસ વાધનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખુબ પ્રસન્ન છું મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સુરજ-ચાંદ રહેશે ત્યાં સુધી નાથપંથમા તારુ નામ અમર રહેશે. હવે તું તારા માતા પીતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગતના લોકોને ઇશ્વરનો રાહ ચીંધાળ. થોડીકવાર વેલનાથ ગુરૂ વીજોગે અવાચક બની જાઈ છે, તેની આંખમાથી અશ્રુ રોકાતા નથી. વાધનાથ બાપુ એમને માથે હાથ મુકી આશ્વાસન આપતા કહે છે કે બેટા સાધુનો જન્મ લોકક્લ્યાણ માટે થયો છે માટે તારે કાર્ય કરવા જવાનુ છે એમા તું તો માત્ર નિમીત છો બધુ પ્રભુ ઇરછાથી બને છે, માટે બેટા સ્વસ્થ થાઓ.વેલનાથ ગુરૂના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરીયા પાછા પધારે છે.

જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ   https://www.facebook.com/profile.php?id=100092698290234 જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ...