વેલનાથ બાપુએ પાદરીયા ગામમાં છેલ્લી સતસંગ સભાને સભાને સંબોધી. માતા અમરબા પિતા બોઘાજી અને મીણાબા તથા જશુબાને લઇ ભવનાથ પાસે આવેલ વેલાવડની જગ્યામાં આવી પોંહચ્યાં. જયાં વેલનાથ બાપુએ અગાઉથી જ સદાવ્રત ચાલુ કરેલો. માતા પિતા આશ્રમની સુયોગ્ય વ્યવસ્થા જોઇ ખુબ રાજી થયા. વળી આ જગ્યામાં પુરતો છાંયો ન હોવાથી વેલનાથ બાપુએ વડલાની એક ચીર રોપી. તેને પાણી પાયુએ અને જગ્યામાં આવેલ સાધુઓની જમાતને કહ્યુ આવો અહિં આરામ કરો. શરુઆતમાં લોકોને એમ લાગ્યુ કે વેલનાથ મસ્તી કરે છે. પણ બધા જોવે તેમ આ વડલો એક વિઘા જમીનમાં થોડીજ વારમાં ઘટાટોપ થઇ ગયો. જગ્યામાં સર્વત્ર ઠંડા છાંયાની ઠંડક વ્યાપી ગઇ. આ જગ્યા વેલનાથના ‘વેલાવડ’ નામે પ્રસીધ્ધ થયો. ઘણો સમય આશ્રમમાં વિતાવ્યા બાદ વેલનાથજી સમાજ દર્શન અને ધર્મપ્રચાર અર્થે યાત્રા પ્રવાસે જવાનુ વિચારે છે.
માતા પિતાની સંમતી લઇ આશ્રમનો ભાર સોંપી ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડે ગામડા ફરી વળી રાજસ્થાનના જેસલમેરમાં આવે છે. ત્યાંના પશ્ચિમ દરવાજે આવી ચોગાનમાં ધૂણી ચેતવી મુકામ કરે છે. ત્યાંના મહારાજા જસવંત સિંહ તેમના દર્શન માટે પધારે છે.અને વેલનાથને મેહેલમાં પધારવા આમંત્રણ પાઠવે છે. મહારાજા ના શુધ્ધ ભાવને જોઇ વેલનાથ કહે છે સાધુના આસન તો જંગલમાં ભલા. તમારુ ક્લ્યાણ થાવ અને આ ભભૂતી તમારા આખા મહેલમાં છાંટી દેશો ક્લ્યાણ થશે. વળી બાપુને મહારાજા જસંવત સિંહને સંતાન ન હોવાની મનની વાત જાણી લઇ બે પુત્ર રત્નના આશીર્વાદ પણ આપ્યા. સમય જતા મહારાણીએ બે જોડાકા કુમારોને જન્મ આપ્યો.
આ
સાથે
વેલનાથ
બાપુએ
મેડતા
અને
મેવાડનો પણ
યાત્રા
પ્રવાસ
કર્યો.
ત્યાંથી નિક્ળી
કાશીક્ષેત્ર અને
ત્યાંર
બાદ
શત્રુંજય પર્વતની યાત્રા
કરી.
શત્રુંજય જૈન
તીર્થોના દર્શન
કરતા
કરતા
રાત્રી
થઇ
ગઇ
એટલે
વેલનાથબાપુએ ડુંગર
ઉપર
જ
રાત્રી
રોકાણ
કરવાનું વિચાર્યું. રાત્રી
વિશ્રામ કરતા
હતા
ત્યાં
મધ્યરાત્રીએ ચોકીદાર આવી
વેલનાથ
બાપુને
ભર
નિંદરમાંથી ઉઠાળ્યા અને
ત્યાના
મહાજન
પાસે
લવવામાં આવ્યા.
વેલનાથજી મહાજનને કહે
છે
કે
હું
ચોર
નથી
પણ
એક
સાધુ
છું.
દર્શન
કરતા
કરતા
રાત્રી
પડી
ગઇ
હોવાથી
મારે
ડુંગર
ઉપર
જ
ઉંધવુ
પડ્યુ
અને
આ
તમારા
ચોકીદાર મને
ચોર
સમજી
તમારી
પાસે
લાવ્યા.
ચોર
કાંઇ
રાત્રે
ઉંઘતા
પક્ડાય,
હું
ચોર
નથી
માટે
મને
મુક્ત
કરો.
મહાજન
સમજદાર
હતા
માટે
બોલ્યા
કે
જો
તમે
ચોરના
હોયતો
તમારી
નિર્દોષતાની ખાતરી
આપો.
ત્યારે
વેલનાથ
દાદાએ
બાજુમાં જ
આવેલ
મહાવીર
સ્વામીના મંદિરમાં લઇ
જવાનું
કહયું
અને
ત્યાં
મહાવીર
સ્વામીની મૂર્તી
સામે
નજર
કરતા
જ
મૂર્તીમાં વાંચા ફુટી મુર્તીનુ મુખ
ઉઘડ્યુ
અને
મૂર્તી
બોલવા
લાગી
કે
“આ
કોઇ
ચોર
નથી,
આ
સિધ્ધ
ગીરનારી સંત
વેલનાથ
છે,
તેને
રંજાડશો નહીં.”
આથી
મહાજન
અને
ચોકીદાર વેલનાથ
દાદાના
પગમાં
પડ્યા
અને
માફી
માંગી.
આમ
પાલીતાણા શત્રુંજય પર્વતની યાત્રા
પુર્ણકરી વેલનાથ
જુનાગઢ
પધાર્યા.
જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ
x


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો