સંત શ્રી વેલનાથબાપુનો ગુરુ શ્રી વાઘનાથ સાથ ભેટો કઇ રીતે થયો એ વિશે માહિતી

સંત શ્રી વેલનાથબાપુનો ગુરુ શ્રી વાઘનાથ સાથે ભેટો

વાધનાથ બાપુ



        વેલો રોજ સવારે વેહલો ઉઠી નિત્ય ક્રિયામાંથી નિવૃત થઇ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી ગાયો ચરાવા સીમમા જાય છે. રોજના ક્ર્મ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય છે ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ ઘોધુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી. બોપરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચેના શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલો સાધુઓ પાસે આવેની સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઉચાં કરી સીતારામ કરે છે. વેલો કહે છે કે “મહાત્માઓ હું અહીં ગાયો ચરાવું છું, જો આપને વાંધો ના હોયતો આપ સૌ માટે દુધ દોહીને લઇ આવુ?” સાધુઓ દુધ ભરવા કમંડળ આપે છે. થોડીજ વારમાં ક્મંડળ ભરીને દુધ દોહી લાવી સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે તેમાથી એક સાધુ ધુણો પ્રગટાવી લોટમાં મોણ દઇ મોટા ગોયણા કરી ધુણામાં શેકીને બાટી બનાવે છે. આમ થોડીજ વારમાં દુધ બાટી તૈયાર થઇ જાય છે. સૌ પ્રથમ દુધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યાર બાદ સૌ સાધુ ભોજન કરે છે. સાથે વેલાને પણ દુધબાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલો સત્સંગ કરે છે અને સાધુઓને ભજન સંભળાવે છે. 

          વેલોનો ભજનભાવ, ભક્તિ, સદભાવના, સંસ્કાર જોઈ સાધુઓ ખુબજ પ્રભાવીત થાય છે. વેલાની સેવાથી તે ખુશ થઇ કાંઇક માંગવાનુ કહે છે પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ જો તમે મને ખરેખર આપવા માંગતા હોયતો મને હજુ સુધી ગુરૂ નથી મલ્યા મને તમારો શિષ્ય બનાવો જેથી કરીને મારો જન્મ સફ્ળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દુર થાય. વેલાની તીવ્ર જીજ્ઞાસા જોઇ સાધુઓ કહે છે કે વેલાભગત અમે એક્જ ગુરૂના શિષ્ય છીએ અમારા ગુરૂ વાધનાથ છે અને તે ગીરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાનાં મંદીરની સામે આવેલ ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરૂ તરફથી હજુ અમને કોઇને પણ શીષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી માટે અમારા માંથી કોઇ પણ તને શીષ્ય બનાવી નહી શકે અને વળી અમારા ગુરૂ સુધી પોહચવું સરળ પણ નથી. પરંતુ તારી ગુરૂ પ્રત્યેની આપાર નિષ્ઠાને જોઇ અમે વાધનાથજી ને તારી જરુર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પુરી થાય. અમારા ગુરૂની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરૂપુર્ણીમાં ના દિવસેજ ખુલે છે, માટે તું ગુરૂપુર્ણીમાં પર ગુફાએ આવજે અને વાધનાથ બાપુને વિનંતી કરજે એ જરૂર તારા ગુરૂ બનશે. 

       આમ આતુરતાથી વેલો ગુરૂપુર્ણીમા ની રાહ જોવે છે અને સમયને જતા ક્યાં વાર લાગે છે. ગુરૂપુર્ણીમા નો દિવસ આવી જાય છે. વેલો મળશકે જાગી નિત્યક્રિયા પરવારી માતા પીતા ના આશીર્વાદ લઇ ગરવા ગીરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવ ના દર્શન આશીર્વાદ લઇ, અંબાજીમાતા ની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે જેની નજીક જતા ગુફાના દ્રાર દ્રષ્ટીગોચર થાય છે. ગુફામાં દાખલ થતા એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શીલાપર આસનવાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નીનો ધુણો પ્રજ્વલ્લીત છે. આ જોગી બીજુ કોઇ નહી પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વેલાને જોઇ તે તેમની દિવ્યદ્રષ્ટી દ્વારા વેલાના જન્મ અને તે શીવજીનો અંશ છે તે હકીક્ત જાણી લે છે. વાધનાથજી વેલા ને નામથી સંબોધે છે અને કહે છે કે “બેટા વેલનાથ તું મને ગુરૂ બનાવવાના આશયથી અહીયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા, ત્યારબાદ જ હું તને નાથપંથની દિક્ષા આપી મારો શીષ્ય બનાવીશ.” ગુરૂ વાધનાથે વેલા ઉપર હાથ મુકી કહયુ, આ ગરવા ગીરનાર માં નવનાથ, ચોરાસ સિધ્ધો સાથે ભગવાન દતાત્રેયનું રહેઠાણ છે, વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહી વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગીરનારની બાર પરીક્ર્મા કરવી પડશે. મારા અશીર્વાદ તારી સાથે છે પરીક્ર્મા દરમ્યાન ક્યારેય પણ ક્પરી સ્થીતીનો સામનો કરવો પડે તો મને યાદ કરજે હું તારી પાસે હાજર થઇશ. આમ વેલો ગુરૂ વાધનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ બાર પરીક્ર્મા કરવાની શરુઆત કરે છે. રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે પણ સતત ગુરૂનામ સ્મરણથી માર્ગ એક્દમ સરળ થઇ જાય છે. પરીક્ર્મા દરમ્યાન અનેક સિધ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરીક્ર્મા પુર્ણ થતા વેલો વાધનાથજી પાસે આવીને ઉભો રહે છે. ગરૂ વાધનાથજી વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખુબજ પ્રભાવીત થાય છે. બીજે દિવસે બ્રહ્મમુર્હતમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દિક્ષા આપે છે અને વેલો હવે વેલો મટી સંત વેલનાથ બને છે. ગુરૂ કૃપાથી તેને બઘાજ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિધ્ધીઓની પ્રાપ્તી થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરૂ સેવા કરે છે. એક દિવસ વાધનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખુબ પ્રસન્ન છું મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સુરજ-ચાંદ રહેશે ત્યાં સુધી નાથપંથમા તારુ નામ અમર રહેશે. હવે તું તારા માતા પીતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગતના લોકોને ઇશ્વરનો રાહ ચીંધાળ. થોડીકવાર વેલનાથ ગુરૂ વીજોગે અવાચક બની જાઈ છે, તેની આંખમાથી અશ્રુ રોકાતા નથી. વાધનાથ બાપુ એમને માથે હાથ મુકી આશ્વાસન આપતા કહે છે કે બેટા સાધુનો જન્મ જ લોકક્લ્યાણ માટે થયો છે માટે તારે આ કાર્ય કરવા જવાનુ છે એમા તું તો માત્ર નિમીત જ છો બધુ પ્રભુ ઇરછાથી જ બને છે, માટે બેટા સ્વસ્થ થાઓ.વેલનાથ ગુરૂના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરીયા પાછા પધારે છે.

જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ

 

સંત વેલનાથ બાપુના માતા પિતા અને તેમના જીવન સાથે જોડાયેલા અજાણ્યા કિસ્સા જાણો

 સંત વેલનાથ બાપુના માતા પિતા  અને  તેમના જીવન સાથે જોડાયેલા અજાણ્યા કિસ્સા જાણો


સંતશ્રી વેલનાથનબાપુ

જયારે ચુંવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડવામાં આવેલ ત્યારે ચુંવાળ પ્રદેશમાં આવેલ “કુંવાદરા” ગામના મક્વાણા અટકના અમરાજી ઠાકોર પણ બાદશાહના ચંગુલ માંથી છુટ્યા હતા. અમરાજી ઠાકોર પરમ શિવ ભક્ત હતા. તેમના મુખમાંથી અહોનીશ “ॐ નમઃ શિવાય” મંત્ર જાપ ચાલ્યા જ કરતો હતો. તે ફરતા ફરતા જુનાગઢ તાબાના ગિરનારની ગરવી છાયામાં વસેલા “પાદરીયા” નામના ગામમાં આવી વસ્યા હતા.

પરમ સરળ હ્રદયના ભક્ત દંપતિ ગામને બહુભાવી ગયા. અને તેમના આવવાથી ગામમાં ભજન અને સત્સંગની છોળો ઉછળવા લાગી. સાધુ સંતો અને અભ્યાગતોની ભગત અમરાજીના ધરે પધરામણી થવા લાગી. આખું ગામ ભક્તીમય બની જતાં અમરાજી ઠાકોરની સુવાસ ચોતરફ પ્રસરી. સાંજના સમયે ભગત અમરાજી હાથમાં રામ સાગર લઇ ભજન ગાતા અને ગામના ભાવિક લોકોને ભજનમાં તરબોળ કરી દેતા.

“નામ અનો નાશ” એ નિયમને અનુસરતા ભગત વૃધ્ધા અવસ્થાના આરે પોંહચીને પોતાનુ જીવન સતત પ્રભુસ્મરણમાં વિતાવે છે. તેના મોઢામાંથી સતત ‘હરી ॐ’ ના જાપ ચાલુ છે અને સમાધી અવસ્થામાં તેને લક્ષ્મીનારાયણના દર્શન થાય છે. તેની ભક્તિ પરાકાષ્ઠાએ પોંહચેલ અને ભગવાન સ્વયં તેને લેવા પધારેલ છે, આમ અમરાજી અને તેમના પત્ની સર્વે હરી ભક્તોની હાજરીમાં પોતાનો દેહ છોડે છે. અમરાજીને વારસમાં પુત્ર બોઘાજી અને તેની પત્ની અમરબા ધામધૂમ પૂર્વક ભગત પાછળ ભંડારો કરી સાધુ મહાત્માઓને સંતુષ્ટ કરે છે.

બોઘાજી પણ તેના પીતાની જેમ પરમાત્માનાં પરમ ભક્ત હતા. તેના પત્ની અમરબા પણ સદગુણી અને સતી નારી હતા. આ બન્નેએ પોતાના પીતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દિપાવ્યો હતો. ખેતી મજુરી કરી ગુજરાન ચલાવતા બન્ને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે. પ્રથમ વખત જ જાણે શૈવ અને વષ્ણવનો સુભગ સમન્વય બનેના આચરણમાં દેખાય છે.

આ ભક્ત દંપતી ચાલીસ વટાવી ચુક્યા છે. પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી! માં બનવાની! બધી સ્ત્રીની જેમ તમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી. ભગત બોધાજી તેમને સમજાવતા અને કહેતા કે આપણા ઇષ્ટ શીવજીને પુરે પુરી ખબર છે. એ આપણી મહેરછા પુરી કરશે જ, માટે તમે તેમના પર પુર્ણ શ્રધ્ધા રાખો, સમય આવ્યે તે આપણી શેરમાટીની ખોટ પુરી કરશે.


આમ બન્ને દંપતી શીવજીની પુજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંક્લ્પ કરે છે. કાયમ બન્ને દંપતી સવારે વેહલા ઉઠી પાદરીયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે. લગભગ એકાદ વરસ વિતી જાય છે, ટાઢ, તાપ, વરસાદની પરવા કર્યા વગર બન્ને જણા નિત્યક્ર્મ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે.

એક વખત બન્યુ એવુ કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીક્ળ્યું. અને કોઇ શુભ કામે જતા કેટલાક માણસો સામા મળ્યા. તેમાથી એક જણ ધીમેથી બોલ્યોઃ “અત્યારમાં આ ક્યાં સામે મળ્યા? ધીમેથી બોલ્યો પણ બને દંપતી એ આ સાંભળ્યું !” અણગમતુ વચન સાંભળતા ન સાંભળ્યું કરી, જય શીવહર, જય શીવહર, જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશીવના ધામમાં આવી પોંહચ્યાં.

પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયાં. તેથી મંદીરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી, ધ્રુસકે ધ્રુસકે એટલું બધુ રડ્યા તેનુ રડવાના અવાજ પાછળ એક માંની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય. એટલુ રડ્યા કે તે અર્ધપાગલ જેવા બની ગયા. આખી જિંદગીની વસવસો આજે આસુંની ધારા દ્રારા બહાર નિકળ્યો. ભક્ત બોઘાજી પણ શિવ સ્મરણ કરતા કરતા રડી રહયા છે.

અમરબા થોડીવાર મુર્છીત થઇ જાય છે ત્યાં જ શિવલીંગમાંથી ગેબી અવાજ આવે છે કે “હે બેટા અમર ઉભા થાવ, ભક્ત બોઘાજી રડશોમા, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છુ, તમારે ત્યાં આવતા વર્ષે અષાઢીબીજ ને દિવસે સિધ્ધ પુત્રનું અવતરશે, બને ઘરે જાવ અને અને ધરેથી જ મારું સ્મરણ કરશો. આજથી તમને કોઇ પણ વાતનું દુઃખ રહેશે નહિ.”
સમય જતા ક્યાં વાર લાગે છે! જેની રાહ જોતાતા તે અષાઢી બીજ નજીક આવી ગઇ. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢી એક્મની રાત્રિ છે.

માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સુતા છે. અને વેહલી સવારે પ્રથમ કુક્ડો બોલતા અમરમાની આખં ઉધડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલુ જોયું. કેવી રીતે પ્રસવ થયો તેની કાંઇ જ ખબર પડી નહિ. કોરી પથારીએ બાળકને સૂતેલો જોતાં માં એ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચુમવા માંડ્યા. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢ સુદ બીજની વેહલી સવારે પુત્રનો જન્મ થયો, તેથી બઘાએ વેહલો અર્થાત ‘વેલો’ નામ આપી દીધું. ભગાવાન શિવની કૃપા બોઘાજી અને અમરમાં ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી.

અમરબા અને ભક્ત બોઘાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે કે તે મહાન પ્રભુભક્ત બને. આથી ધરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન, પૂજન, સ્મરણ, ચિંતન, મનન, સ્વાધ્યાય, ધૂન, સંત ચરિત્ર વાંચન કરી મર્યાદાયુક્ત સાદુ જીવન જીવે છે. આની અસર બાળલ વેલનાથ ઉપર પડે છે. વેલકુંવરની ઉંમર નાની છે, પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે.

વેલાજીની ઉંમર આઠેક વર્ષની થઇ ગઇ છે. પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા છે. એક દિવસ તે માતા પિતાને સવિનય હાથજોડી વિનંતી કરે છે કે “બાપુ અને માં જો તમે રજા આપો તો હું પણ કોઇક સારા ખેડૂતને ત્યાં સાથી પણુ કરી મજુરીની તાલીમ લઇ થોડી ક્માણી કરું. જેથી આપ સાધુ સંતો અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમે જરાય ચિંતા કરશો નહી.”

અમરબા બોલ્યા” બેટા તારી ઉંમર હજુ નાની છે, મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને આમારાથી વિખુટો પડવા ઇચ્છતા નથી માટે માંડીવાળ બહાર જવાનું!” વેલાજી બોલ્યા માં! આ દૂનિયા રેટમાળ જેવી છે. એક ભરાયને બીજુ ઠલવાય છે. આ ક્રિયા સતત ચાલુ અને અસ્થિર છે. અહીં કોઇપણ અમર નથી. અને સ્થીર પણ. નામ એનો નાશ છે. બીજું આવેને પેહલુ જાય છે. આ તો વિશ્વ નિયંતાનો અફર નિયમ છે.

વળી પુરુષાર્થ-મેહનત મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. દરેક પ્રારબ્ધ લઇને આવે છે. માટે ચિંતા કરવી વ્યર્થ છે. જીવમાત્રની ચિંતા ઇશ્વરને છે, સર્વકાઇ ઇશ્વર ઈચ્છા મુજબ બને છે. ધ્રુવજી પાંચ વર્ષના હતા છતાં તેના માતા સુનીતી દેવીએ તેને રજા આપી હતી, કારણ ઇશ્વર પર પુર્ણ વિશ્વાસ હતો. તમે મને રજા આપો તો જયાં મારું ઋણાનુબંધ છે તે ચુક્વીને પાછો આવીશ.

વેલાજીની બાલ સહજ દલીલોથી માતા-પિતા ન છુટકે રજા આપે છે. વેલાજી ધરેથી નીકળી સીધા જુનાગઢ તાબા હેઠળના શેરગઢ ગામે આવી પોહચ્યાં. તેમને વિચાર્યુ કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તે આ જન્મે પણ પવિત્ર જ હશે. માટે હે પરમાત્મ તમે મને ગત જન્મના ઋણીને ધેર પોંહચાડો. શેરગઢ ગામનાં જાપામાં એક ધર હતું એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ધરનો માલીક જ મારા ગયા જન્મના લેણદાર છે માટે અહિંયા જ રોકાવુ. આ ધર સેંજળીયા કુળના કણબી જસમત પટેલનું હતું.

જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ




ઠાકોરનો ઈતિહાસ

                               ઠાકોરનો ઈતિહાસ


 ચૌદમી સદીમાં અહમદશાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યારે ગુજરાતના ચુંવાળ પ્રદેશના ઠાકોરને ધર્મપરિવર્તન કરવાની ફરજ પાડતા આ ઠાકોરો અહમદશાહની સરમુખત્યારશાહીને તાબે ન થતા તેને ચુંવાળ પંથક માંથી હાકી કાઢવાનો હુક્મ કર્યો.

આમ આ ઠાકોરોનો કાફ્લો ત્યાંથી નીક્ળી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થીર થયો. સૌરાષ્ટ્રમાં આ ઠાકોરોએ ગ્રામ રક્ષકની જવાબદારી સ્વીકારી લીધી. આ બધા ઠાકોરો પગના પગલાની દિશારેખા અને પગલા જોવામાં નિષ્ણાંત હતાં, તેથી જે ગામમાં ચોરી, ધાડ કે લૂંટ થાય તેને પગની નિશાની પરથી પક્ડી લેતા અને રાજ્યમાં રજૂ કરતાં. આથી સૌરાષ્ટ્રના રાજ્યોએ તેમને “પગી” તરીકેની પદવી આપી અને આ ઠાકોરો પંદરમી સદીથી પગી તરીખે પ્રસીધ્ધ થયા.

જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ   https://www.facebook.com/profile.php?id=100092698290234 જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ...